લંડનમાં પ્રિયંકા અને નિકે ગુપચુપ રીતે કરી લીધી સગાઇ, હવે છે લગ્નની ચર્ચા, જાણો વિગતે
નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના અફેરની ચર્ચામાં પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે લગ્ન કરવાના પણ સમાચાર વહેતા થયા છે. નિક સાથે લગ્ન માટે એક્ટ્રેસે સલમાન ખાનની ફિલ્મ ભારતને પણ છોડી દીધી છે, પણ તમે એ જાણીને ચોંકી જશો કો આ ડેટિંગ વર્લ્ડમાં છવાયેલું કપલ સગાઇ કરી ચૂક્યુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ્સ અનુસાર, નિક-પ્રિયંકાએ મેથી ડેટ કરવાનુ શરૂ કર્યું હતું. 18 જુલાઇમાં પ્રિયંકાનો બર્થડે આવે છે. ત્યારે બન્નેએ સગાઇ કરી, રિલેશનમાં આવ્યા બાદ બન્ને હંમેશા સાથે જ સ્પૉટ થતા હતા. તેમને કેટલીય વાર ડિનર અને લંચ ડેટ પર બહાર જોવામાં આવતા હતા.
અટકળો એવી પણ છે કે સલમાનની ''ભારત'' છોડવાનુ કારણ પણ પ્રિયંકાનું નિક સાથે લગ્ન કરવાનું છે. જેનો ઇશારો ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરના ટ્વીટ પરથી મળી જાય છે. તેમને લખ્યું- ''હાં, પ્રિયંકા ચોપડા હવે 'ભારત'નો ભાગ નથી. તેનુ આમ કરવાનું કારણ ખાસ છે. પ્રિયંકાએ અમને તેનો નિર્ણય બહુ ઓછા સમયમાં બતાવ્યો અને અમે તેના માટે ખુબ ખુશ છીએ. 'ટીમ ભારત' પ્રિયંકા ચોપડા માટે ખુબ ખુબ પ્રેમ અને ખુશીઓની દુઆ કરે છે.''
બન્ને એકબીજાના પરિવારવાળાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તાજેતરમાંજ નિક જોનસ પ્રિયંકાની સાથે ભારત આવી હતી. ત્યાં તે તેની માં મધુ ચોપડા અને ભાઇ-બહેનોને મળી હતી. થોડાક દિવસ પહેલા આવેલા મધુ ચોપડાના નિવેદનથી પણ એવું લાગ્યું કે, તેમને નિક પસંદ છે. બીજીબાજુ નિકના ઘરવાળાઓએ પણ પ્રિયંકાને ખુબ પસંદ કરી છે.
People વેબસાઇટના સુત્રોને મળેલી માહિતી અનુસાર, પ્રિયંકાના 36માં બર્થડે પર બન્નેએ સગાઇ કરી લીધી છે, આ દરમિયાન તે બન્ને લંડનમાં હતા.
નિક જોનસે ન્યૂયોર્ક સીટીના Tiffany સ્ટૉરમાં પોતાની લેડીલવ માટે વીંટી ખરીદી હતી. સુત્રો અનુસાર, ''તે બન્ને ખુબ ખુશ છે. નિકના મિત્રોએ તેને પહેલા ક્યારેય આવો નથી જોયો, તે બધા નિક માટે ખુબ એક્સાઇટેડ છે, પ્રિયંકા ચોપડા માટે ખુબ સીરિયસ છે.''
- - - - - - - - - Advertisement - - - - - - - - -