આ ધર્મગુરુએ કહ્યું , ત્રીજા લગ્ન કરીશ તો વડાપ્રધાન બનીશ ને ઈમરાન તેને જ પરણી ગયો, જાણો ઈમરાનની ત્રીજી પત્ની વિશે?
તે સમયે બુશરાએ કહ્યું હતું કે, પીટીઆઇના ઉમેદવારને જીત મળશે અને તેની વાત સાચી સાબિત થઇ હતી. ત્યારબાદ ઇમરાન ખાને પોતાની શંકાઓ દૂર કરવા અને મૂંઝવણના ઉકેલ માટે બુશરાને મળતો રહ્યો હતો.
ઇસ્લામાબાદઃ રાજકારણમાં 22 વર્ષની મહેનત બાદ ઇમરાન ખાનને આખરે પાકિસ્તાનના વડાપ્રધાન બનવામાં સફળતા મળી છે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણમાં અત્યાર સુધીમાં નિષ્ફળ રહેલા ઇમરાન ખાનની આ ભવ્ય સફળતા પાછળ તેની ત્રીજી પત્ની બેગમ બુશરા માનેકાનો મહત્વપૂર્ણ ફાળો છે.
એટલે સુધી કે રાજકારણથી લઇને અંગત જીવનમાં પણ કોઇ નિર્ણય લેવાનો હોય તો તે બુશરાની સલાહ જરૂર મેળવે છે. ઇમરાન ખાન અને બુશરાના લગ્ન પાછળનું પણ આ એક કારણ છે. એક રિપોર્ટ અનુસાર, બુશરાએ કહ્યું હતું કે, ઇમરાન ખાન જો ત્રીજા નિકાહ કરી લેશે તો તે વડાપ્રધાન બની જશે.
અને આ જ કારણે ઇમરાન ખાને બુશરા સાથે લગ્ન કરી લીધા અને બુશરાની ભવિષ્યવાણી સાચી પણ સાબિત થઇ ગઇ. નોંધનીય છે કે ઇમરાન ખાન પ્રથમવાર બુશરાને વર્ષ 2015માં મળ્યો હતો અને ત્યારે તે કોઇ સીટ પર પોતાના ઉમેદવારની જીત અંગે સવાલ કરવા પહોંચ્યો હતો.
તમને જાણીને આશ્વર્ય થશે કે આખરે પત્ની અને સત્તા વચ્ચે શું કનેક્શન છે. વાસ્તવમાં ઇમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા એક પીર છે. જેના અંગે કહેવામાં આવે છે કે ઇમરાન ખાન તેની કોઇ પણ સલાહ વિના કોઇ કામ કરતો નથી.