આજે ઈડીએ કેકે સિંહનું નિવેદન નોંધ્યું છે. ઈડીએ તેમને સુશાંતના બેંક એકાઉન્ટમાંથી ગાયબ પૈસા વિશે પૂછ્યું. કેકે સિંહને પુછવામાં આવ્યું કે એકાઉન્ટમાંથી અવૈધ રૂપથી 15 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા તેની જાણકારી તમને કઈ રીતે મળી.
કેંદ્રીય એજન્સી ED થોડા દિવસો પહેલા રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સહિત ઘણા લોકોની પૂછપરછ કરી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે 14 જૂને સુશાંત સિંહ રાજપૂત પોતાના બાંદ્રા સ્થિત નિવાસ સ્થાન પરથી મૃત મળી આવ્યો હતો.
તેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. મોતના આશરે એક મહિના બાદ કેકે સિંહે પટનામાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મુંબઈ અને બિહાર પોલીસ વચ્ચે અણબનાવના સામાચાર સામે આવ્યા હતા. આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. તેને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે.