રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એમાં પણ રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. રાજકોટમાં દૈનિક કેસો 90ની ઉપર આવી રહ્યા છે. ત્યારે તંત્ર ચિંતિત બન્યું છે અને કોરોનાના કેસો ઝડપથી પકડી પાડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. આ કવાયતના ભાગ રૂપે મનપા દ્વારા રાજકોટના સોની બહારમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 10થી વધુ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.


નોંધનીય છે કે, આજે બપોર સુધીમાં જ રાજકોટમાં કુલ પોઝિટિવ કેસ 33 નોંધાયા છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસ 2279 છે. આજ સુધીમાં કુલ 1190 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં રિકવરી રેટ 52.98 % છે. તેમજ આજ સુધીમાં કુલ ટેસ્ટ ૩૫,૫૯૮ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં પોઝિટિવિટી રેટ 6.30 % છે. આજ સુધીમાં કોવિડથી 53 લોકોમાં મોત થયા છે.

રાજકોટમાં ગઇ કાલે મનપાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે 900 જેટલા સફાઈ કર્મચારીનું સ્ક્રીનીંગ કરાયું હતું. 900માંથી 45 સફાઇ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા આઇસોલેશન હેઠળ ખસેડવામાં આવ્યા છે. આજે પણ ઇસ્ટ ઝોન ખાતે અને આવતા બે દિવસ સેન્ટ્રલ ઝોન ખાતે બાકીના સફાઇ કર્મચારીનું કસ્ક્રીનીંગ કરવામાં આવશે.