હૈદરાબાદઃ પ્રધાનમંત્રી મોદીએ આજે રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. જેને લઈ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, પીએમ મોદીએ કહ્યું કે તેઓ આજે ભાવુક હતા. હું તેમને કહેવા માંગુ છું કે હું પણ તેટલો જ ભાવુક હતો. હું સાથે રહેવા તથા નાગરિકોની સમાનતા પર વિશ્વાસ કરું છું. પ્રધાનમંત્રી હું પણ ભાવુક છું, કારણકે 450 વર્ષ પહેલા ત્યાં એક મસ્જિદ હતી.


ઓવૈસીએ કહ્યુ, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. પ્રધાનમંત્રીએ આજે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરીને પદ ગ્રહણ કરતી વખતે જે શપથ લીધા હતા તેને તોડ્યા છે. આજનો દિવસ દેશમાં લોકતંત્ર અને ધર્મનિરપેક્ષતાની હારનો અને હિન્દુત્વની સફળતાનો દિવસ છે.



તેણે એમ પણ કહ્યું, અયોધ્યામાં જે રીતે બાબરી મસ્જિદ તોડવામાં આવી હતી તે માટે માત્ર ભાજપ જ નહીં કોંગ્રેસ પણ બરાબરની દોષી છે. આજે કહેવાતી સેક્યૂલર પાર્ટી ઉઘાડી પડી ગઈ છે.



પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન અવસરે સંબોધન કર્યુ હતું. આજે તેમણે જયશ્રી રામના બદલે જય સિયા રામનો નારો લગાવ્યો હતો. આ પહેલા મંદિર આંદોલન સાથે જોડાયેલા નેતા જયશ્રી રામના નારા લગાવતા હતા. પ્રધાનમંત્રી મોદીએ આજે પરંપરાગત ધોતી-કુર્તા પહેર્યા હતા. તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા.

અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં વરસાદનું આગમન, વાતાવરણમાં પ્રસરી ઠંડક

દેશના આ જિલ્લામાં આજે સાંજે 6 વાગ્યાથી 12 ઓગસ્ટ સુધી લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત