પણજીઃ કોરોના વાયરસના કહેરથી ભારતનું લગભગ કોઈ રાજ્ય બાકી નથી રહ્યું. દરેક રાજ્યોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જેને લઈ હવે રાજ્ય સરકારો પણ મહત્વના ફેંસલા લઈ રહી છે. આ દરમિયાન અનેક રાજ્યોમાં છૂટ આપવામાં આવી છે.


ગોવા સરકારે કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે મોટો ફેંસલો લઈને દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગોવા સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં રાજ્યમાં આવતાં તમામ લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન કે પોતાના ખર્ચે ઈન્સ્ટીટ્યૂશનલવ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. રાજ્યમાં આવતા જે પ્રવાસી ICMR માન્ય લેબ દ્વારા આપવામાં આવેલુ કોવિડ-19 નેગેટિવ સર્ટિફેકેટ બતાવશે તેમને ક્વોરન્ટાઈનમાંથી છૂટ આપવામાં આવશે. જો સર્ટિફિકેટ 48 કલાકથી વધારે જૂનું નહીં હોય તો જ ક્વોરન્ટાઈન નહીં કરવામાં આવે.



ગોવામાં કોરોના વાયરસના સતત વધી રહેલા મામલાને લઈ મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે 15 જુલાઈની રાતથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ અને વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં જનતા કર્ફ્યુ રોજ રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમલી છે, જેમાં જરૂરી સેવાઓ કે મેડિકલ ઈમરજન્સીમાં કામ કરતાં લોકો સિવાય અન્યને બહાર નીકળવાની છૂટ નથી.



ગોવામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,075 પર પહોંચી છે. જેમાંથી 1,901 એક્ટિવ કેસ છે અને 5,114 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે.

રામ મંદિર ભૂમિ પૂજનઃ  મોદીએ પૂજા કરી ત્યાં 450 વર્ષ પહેલા મસ્જિદ હતીઃ ઓવૈસી

દેશના આ જિલ્લામાં આજે સાંદજે 6 વાગ્યાથી 12 ઓગસ્ટ સુધી લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત