સુશાંતસિંહ આપઘાત કેસ મામલે હવે સિદ્ધાર્થ પિઠાનીને ઈડીએ સમન્સ પાઠવ્યુ છે. ઈડી આજે સિદ્ઘાર્થની મુંબઈમાં આવેલી ઓફિસમાં પુછપરછ કરશે. સિદ્ધાર્થ સુશાંત સાથે ફ્લેટમાં રહેતો હતો. જેથી ઈડી આ કેસમાં તેની પણ પુછપરછ કરવા માગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ પિઠાની એક વર્ષથી સુશાંત સિંહ સાથે રહેતો હતો. તેઓ આ મામલે મુંબઈ પોલીસ દ્વારા તપાસમાં પોતાનું નિવેદન નોંધાવી ચૂક્યા છે.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઈડીએ લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન રિયા ઈડીએ પૂછેલા ઘણાં સવાલોના જવાબ આપી શકી નહોતી. રિયા મુંબઈ સ્થિતિ ઈડિ ઓફિસે પોતાના ભાઈ શૌવિકની સાથે પહોંચી હતી.
રિયા ચક્રવર્તીની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી પણ એજન્સી સામે હાજર થઈ હતી. શ્રુતી મોદી સુશાંત સિંહ રાજપુત માટે પણ કામ કરતી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રિયા ચક્રવર્તી અને શ્રુતી મોદીના નિવેદન Money Laundering Prevention Act અંતર્ગત દાખલ કરવામાં આવ્યું છે.