અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. શુક્રવારે નવા નોંધાયેલા 195 કેસ સાથે અમદાવાદમાં કોરોનાનો આંકડો 20,690 પર પહોંચ્યો છે. જ્યારે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3255 પર પહોંચી ગઈ છે. ગઈ કાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાથી કુલ 10 લોકોના મોત થયા હતા.

શહેરમાં કોરોનાના એક્ટિવ કેસો સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 670 છે. ત્યારે પશ્ચિમ ઝોનના રહીશોએ સાવધાની વર્તવાની જરૂર છે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં કોરોનાના 513 એક્ટીવ કેસ છે. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 470 એક્ટિવ કેસ છે. પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં કોરોનાના 474 એક્ટિવ કેસ કેસ છે.

ઉત્તર ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 437 તો મધ્ય ઝોનમાં હાલ 217 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં અસારવા સિવિલમાં 2, SVP હોસ્પિટલમાં 2 અને સોલા સિવિલમાં 2 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં મોતનો કુલ આંકડો 1430 પર પહોંચ્યો છે.