મુંબઈ: એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે કંગના રનૌતે કહ્યું કે, જો, તે પોતાનો દાવો સાબિત નહીં કરી શકે, તો પોતાનો પદ્મશ્રી એવોર્ડ પરત આપી દેશે. સુશાંત સિંહના સ્યૂસાઈડ બાદ કંગનાએ વીડિયો પોસ્ટ કરીને બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટિઝ્મને જવાબદાર ગણાવ્યું હતું. કંગનાએ આ વીડિયોમાં કહ્યું હતું કે, સુશાંત બોલિવૂડ અને મીડિયાના દબાણ અને રિજેક્શનનો સામનો કરી રહ્યો હતો.
કંગનાએ નામ લીધા વિના જાણીતી હસ્તી પર આંખ બંધ કરીને લખનારા પત્રકારોને પણ આડે હાથ લીધા હતા. તેમણે એ પણ સવાલ ઉઠાવ્યો કે, શું સુંશાત સિંહ રાજપૂતની મોત એક આત્મહત્યા હતી કે સુનિયોજિત હત્યા. તેમણે કહ્યું કે, જો તે પોતાનો દાવો સાબિત નહીં કરી શકે તો, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ઉચ્ચ સન્માન પદ્મશ્રીને પરત આપી દેશે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, મુંબઈ પોલીસે મને સમન્સ પાઠવ્યું હતું અને હું તે વખતે મનાલીમાં હતી. મે કહ્યું હતું કે, તમે કોઈને પણ મોકલીને મારું નિવેદન લઈ શકો છો. પરંતુ તેના બાદ મને કોઈ મળ્યું નથી.
કંગનાએ વધુમાં કહ્યું કે, કાલે, તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કર જેવા જરૂરિયાતમંદ આઉટસાઈડર્સ ઉઠશે અને કહેશે કે, તે આ ઈન્ડસ્ટ્રીને પ્રેમ કરે છે. માત્ર હું જ કહી રહી શું છે કે, આપ ઈન્ડસ્ટ્રીને પસંદ કરો છો અને જો તમે કરણ જોહરને પ્રેમ કરો છો, ત્યારે તમને આલિયા કે અનન્યા જેવું કામ કેમ નથી મળતું ? આ બધાનું અસ્તિત્વ જ નેપોટિઝ્મનું સબૂત છે. હું જાણું છું કે, તેના બાદ એક આર્ટિકલ પણ આવશે તેમાં મને પાગલોની જેમ દર્શાવવામાં આવશે.
સુશાંત સિહં રાજપૂત સ્યૂસાઈડ કેસ : કંગનાએ કહ્યું- મારા દાવાને હું સાબિત નહીં કરી શકી તો ‘પદ્મશ્રી’ પરત આપી દઈશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2020 04:21 PM (IST)
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને કંગના રનૌતે કહ્યું કે, જો, તે પોતાનો દાવો સાબિત નહીં કરી શકે, પદ્મશ્રી એવોર્ડ પરત આપી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -