જૂનાગઢઃ કેશોદ પાસે એસટી બસને અકસ્માત નડ્યો છે. કેશોદના સોંદરડા ગામે એસટી બસ રોડ પરથી ખાડામાં પડી છે. સીંગલ પટ્ટી રોડ પર મોટો બંપ જોતા ડ્રાઇવરે બ્રેક લગાવતા બસ ખાડામાં ખાબકી હતી. નખત્રાણાથી સોમનાથ રૂટની બસ ખાડામાં પડી હતી. જોકે, સદનસીબે કોઇ જાનહાની થઈ નથી.
એસટી ડેપો મેનેજર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર છે. બસને બહાર કાઢવા ક્રેઇન બોલાવવામાં આવી હતી. તેમજ બસ ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.