સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. સુરેન્દ્રનગરમાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે. ત્યારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરમાં ફરીથી 21 દિવસનું લોકડાઉન લાદવાની માંગ કરી છે. તેમણે આ અંગે સુરેન્દ્રનગર કલેક્ટરને પણ પણ લખ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૦ થી ૪૫ લોકો રોજ કોરાનાથી સંક્રમિત થાય છે. જિલ્લામાં મેડિકલ ચેકઅપ બાદ જ પ્રવેશ આપવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જિલ્લામાં કોરોનાના આંકડા 400ને પાર થયો હોવાનું જણાવ્યું છે. તેમણે કોરોનાની ચેઈન તોડવા 21 દિવસનું લોકડાઉન ખૂબ જરૂરી હોવાની રજૂઆત પણ પત્રમાં કરી છે.
કોંગ્રેસના ધારાસભ્યે સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં 21 દિવસના લોકડાઉનની કરી માંગ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2020 01:33 PM (IST)
કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સુરેન્દ્રનગરમાં ફરીથી 21 દિવસનું લોકડાઉન લાદવાની માંગ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -