રાજસ્થાનને બેન સ્ટૉક્સ પર ઘણીબધી આશા છે, પરંતુ બેન સ્ટૉક્સ યુએઇ પહોંચી ચૂક્યો હોવા છતાં ટીમ સાથે જોડાઇ શક્યો નથી. રિપોર્ટ છે કે બેન સ્ટૉક્સ ક્વૉરન્ટાઇન પીરિયડના કારણે 9 ઓક્ટોબરે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ અવેલેબલ નહીં રહે. સ્મિથે કહ્યું છે બેન સ્ટૉક્સ 10 ઓક્ટોબર બાદ જ ટીમ સાથે જોડાશે.
સ્મિથના નિવેદનથી સ્પષ્ટ થઇ ગયુ છે કે બેન સ્ટૉક્સ દિલ્હી સામે નહીં રમે પરંતુ 11 ઓક્ટોબરે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં રમતો દેખાઇ શકે છે. જોકે બેન સ્ટૉક્સની બે કૉવિડ-19 રિપોર્ટ પણ નેગેટિવ આવવી જરૂરી છે.
નોંધનીય છે કે, બેન સ્ટૉક્સ પોતાના બિમાર પિતાના કારણે આઇપીએલ 13ની શરૂઆતી મેચોમાં ભાગ ન હતી લઇ શક્યો. બેન સ્ટૉક્સના પિતાને કેન્સર છે, અને તેમની સારવાર દરમિયાન પિતા સાથે ચાલ્યો ગયો હતો. ઓગસ્ટથી બેન સ્ટૉક્સ ક્રિકેટથી દુર છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ