આ ખાસ ડિપ્લોમેટને જળવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીને પ્રચાર કરવાની જવાબદારી આપવામાં આવી છે. આ બધા ડિપ્લોમેટને યુએનના મહાસચિવ એનટોનિયો ગુટરેસે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે દીયા મિર્ઝા સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં સદભાવના દૂત રૂપે પહેલા પણ યુએન સાથે જોડાઈ છે. હવે આ નવી જવાબદારી મળવાથી તે ઘણી ખુશ છે. સંયુક્ત રાષ્ટ્રએ 2015માં આ મુદ્દાઓ માટે સતત વિકાસ લક્ષ્ય નિર્ધારિત કર્યા હતા. સાથે આ લક્ષ્યને 2030 સુધી પૂરા કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.