નવી દિલ્હીઃ સારા અલી ખાને વર્ષ 2018માં ફિલ્મ કેદારનાથથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં તેની ઓપોઝિટમાં સુશાંત સિંહ રાજપૂત હતો. તે સમયથી બંન્ને વચ્ચે કંઈક ખિચડી રંધાતી હોય એવી ખબરો આવી હતી. જો કે આ લાંબો સમય સુધી ચાલ્યું નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. પરંતુ હજું આ વાતને લઈને સુશાંત સારા પર ગુસ્સે હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તેણે સારા સાથે ફિલ્મમાં કામ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ બંનેને એકસાથે એડ ફિલ્મમાં લેવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બ્રાન્ડ પહેલા ઓફરને લઈને સુશાંત સિંહ રાજપૂત પાસે પહોંચી હતી, જે તેણે ફગાવી દીધી હતી. રિપોર્ટ પ્રમાણે, સુશાંત સિંહ રાજપૂત હવે સારા અલી ખાન સાથે બીજીવાર સ્ક્રીન શેર કરવા માગતો નથી. ઉલ્લેખનીય છે કે સુશાંત હાલ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને ડેટ કરી રહ્યો છે.  ભૂતકાળમાં સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાને કેટલાક સમય સુધી એકબીજા સાથે ડેટિંગ કર્યું હતું. રિપોર્ટ પ્રમાણે સારા અલી ખાનની મમ્મી અમૃતા સિંહને આ રિલેશનશિપને લઈને વાંધો હતો.

સુશાંત અને સારામાંથી કોઈએ પણ પબ્લિકમાં રિલેશનશિપનો સ્વીકાર કર્યો નહોતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુશાંત અને સારાનો સંબંધ વધુ દિવસો સુધી ચાલ્યો ન હતો. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુશાંતે સારાને ઈંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધુ. સારા, સુશાંતને લઈને ખુબ જ પજેસિવ રહેવા લાગી હતી. સારા, સુશાંતની નાની નાની વસ્તુઓ પર નજર રાખી રહી છે. સારાની આ વસ્તુ સુશાંતને પસંદ નહોતી આવી. આ બાબત પર સારા અને સુશાંત પર ખૂબ જ ઝધડો થયો હતો. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ.