બેંગ્લોરઃ કર્ણાટકના બેલગાવી જિલ્લાના કાકટી ગામમાં પબજીની રમતમાં પુત્રએ પિતાનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. ગામમાં રહેતા 21 વર્ષીય રઘુવીર કુમ્બારે તેના 61 વર્ષીય પિતાની હત્યા એટલા માટે કરી કે તેમણે પબજી રમવાની ના પાડી અને ગેમ માટે મોબાઇલમાં રિચાર્જ ન કરાવી આપ્યું. મીડિયા રિપોર્ટ પ્રમાણે ડિપ્લોમાની ડિગ્રી લઇને બેરોજગાર ફરી રહેલો રઘુવીર તેના પિતા પાસે રિચાર્જ કરાવવા પહોંચ્યો હતો અને બાદમાં આ ઘટના બની હતી.
રઘુવીરના પિતા શેકરપ્પા ચાર મહિના પહેલા પોલીસ વિભાગમાં ફરજ બજાવીને નિવૃત થયા હતા. પોલીસ રિપોર્ટ પ્રમાણે શેકરપ્પાએ રઘુવીરને ગેમ રમવાની લત વિશે વારંવાર ટોક્યો હતો અને ગેમ ન રમવા વિશે સલાહ આપી હતી. રવિવારે તે કલાકો સુધી ગેમ રમી રહ્યો હતો ત્યારે શેકરપ્પાએ તેને ગુસ્સામાં ટોક્યો હતો. પિતાના ગુસ્સાથી રઘુવીર પણ ગુસ્સે થઇ ગયો અને બહાર જઇને આસપાસના ઘરોની બારીઓના કાચ પર પથ્થર મારવા લાગ્યો હતો.
ઘટના બાદ પાડોશીઓ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. રઘુવીર અને તેના પિતાને કાકટી પોલીસ સ્ટેશન જવુ પડ્યું હતું. અહીં શેકરપ્પાએ પોલીસને કહ્યું કે તેના દીકરાને PUBG અને ફાઇનલ કોમ્બેટ જેવી ગેમ રમવાની લત લાગી ગઇ છે. જેના લીધે તે આ રીતનું વર્તન કરતો રહે છે. એક કલાક સુધી પોલીસે રઘુવીરને સમજાવીને બન્નેને પાછા ઘરે મોકલ્યા હતા.
ઘરે પહોંચીને રઘુવીર ફરી ગેમ રમવા લાગ્યો હતો. અડધી રાત સુધી તે ગેમ રમતો હતો. આ દ્રષ્ય જોઇને શેકરપ્પાએ બૂમ પાડીને તેને સૂઇ જવા કહ્યું. ગેમ રમવામાં જ્યારે રિચાર્જની સમસ્યા આવી તો તેણે પિતા પાસે પૈસાની મદદ માંગી. પણ શેકરપ્પાએ તેને વઢીને સૂઇ જવા કહ્યું હતું. તે બાદમાં સૂઇ ગયો અને સવારે 5 વાગ્યે જ્યારે શેકરપ્પા ઉંઘમાં હતા ત્યારે તેમના પર હુમલો કરી દીધો. આ સમયે તેણે તેના મમ્મીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. શેકરપ્પાની રાડ સાંભળીને રઘુવીરના મમ્મીએ આસાપાસના લોકોને રાડો પાડીને બોલાવી લીધા હતા. જો કે તેઓ ત્યાં પહોંચે તે પહેલા રઘુવીરે તેના પિતાનું ગળુ અને પગ કાપી નાખ્યો હતો. રઘુવીરે પોલીસને કહ્યું કે તેના પિતા તેને વઢ્યા એટલે તે ગુસ્સામાં હતો. કાકટી પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
પિતાએ પુત્રને PUBG રમવાની પાડી ના, પછી પુત્રએ જે કૃત્ય કર્યું તે વાંચીને રૂંવાડા થઈ જશે ઉભા, જાણો વિગતે
abpasmita.in
Updated at:
09 Sep 2019 10:31 PM (IST)
કર્ણાટકના બેલગાવી જિલ્લાના કાકટી ગામમાં પબજીની રમતમાં પુત્રએ પિતાનો જીવ લીધો હોવાની ઘટના સામે આવી રહી છે. ગામમાં રહેતા 21 વર્ષીય રઘુવીર કુમ્બારે તેના 61 વર્ષીય પિતાની હત્યા એટલા માટે કરી કે તેમણે પબજી રમવાની ના પાડી અને ગેમ માટે મોબાઇલમાં રિચાર્જ ન કરાવી આપ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -