સુશાંત સિંહના ઘર થયેલ પૂજાનો Video થયો વાયરલ, પંડિતનો ખુલાસો- પૂજામાં રિયા ચક્રવર્તી.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Aug 2020 08:21 AM (IST)
પંડિતે જણાવ્યું કે, આ પૂજા સતત 4 કલાક સુધી ચાલી હતી અને સુશાંત સતત ચાર કલાક સુધી આ પૂજામાં બેઠો હતો.
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સુશાંત સિંહ પૂજા કરતાં જોવા મળી રહ્યો છે. સુશાંત સિંહના આ વીડિયોને લઈને અલગ અલગ વાતો સામે આવી રહી છે ત્યારે હવે આ પૂજા કરાવનાર પંડિત ગોવિંદ નારાયણે એબીપીને મહત્ત્વની જાણકારી આપી છે. આ પૂજા સુશાંત સિંહ રાજપુતના બાંદ્રા સ્થિત કેપરી હાઈટ્સ બિલ્ડિંગના 15માં માળે આવેલ ફ્લેટ (મોંટ બ્લાોક પહેલાનું ઘર)માં રૂદ્રાભિષેકની પૂજા કરાવવામાં આવી હતા. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રિયા ચક્રવર્તી જોવા મળી નથી રહી. જે પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રીએ સુશાંતના આ ભાડાના ઘરમાં પૂજા કરાવી હતી તેમણે પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે આ પૂજામાં રીયા સામેલ થઈ ન હતી. પંડિત અનુસાર, આ પૂજામાં સુશાંત સિંહ રાજપૂત, તેની બહેન મીતૂ સિંહ અને પતિ, કેટલાક અન્ય લોકો અને તેમના સ્ટાફના સભ્યો હાજર હતા. પંડિતે જણાવ્યું કે, આ પૂજા સતત 4 કલાક સુધી ચાલી હતી અને સુશાંત સતત ચાર કલાક સુધી આ પૂજામાં બેઠો હતો. પંતિડજીએ જણાવ્યું કે, વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પૂજા દરમિયાન સુશાંત બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરી રહ્યો હતો. પંડિતે કહ્યું કે, એ સમયે સુશાંત કોઈપણ રીતે ડિપ્રેશનમાં હોય એવું લાગતું ન હતું. સાથે જ પંતિડજીએ કહ્યું કે, આ એક પૂજા પછી કોઈ અન્ય પૂજા માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો અને તો ક્યારેય તેમણે સાંભળ્યું છે કે રિયા ચક્રવર્તીએ સુશાંતના કોઈ ઘર કે પછી પાવના ડેમના ફાર્મહાઉસ પર તંત્રમંત્ર સંબંધિત કોઈ પૂજા કરાવી હોય.