પોતાના એક નિવેદનમાં સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કહ્યું કે, “રિયા ચક્રવર્તી મારા દીકરાને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તે સુશાંતની ખૂની છે. તપાસ એજન્સીઓ તેના માટે જેટલું બને એટલું ઝડપથી રિયાની ધરપકડ કરે.”
નોંધનીય છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી હવે વિતેલા વર્ષથી લઈને એક્ટરના મોત સુધીના ઘટનાક્રમ વિશે જાણવા માગે છે. જ્યારે આ હાઈ પ્રોફાઈલ કેસને લઈને અવારનવાર મીડિયામાં પણ કથિત રીતે નવા ખુલાસા અને દાવા કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ સામે આવેલ કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી નશા માટે ડ્રગ્સનો ઉપયોગ કરે છે. રિયાના વકીલે આ આરોપોને ફગાવી દીધા હતા.