નવી દિલ્હીઃ લોકડાઉન પછી આસામાને પહોંચેલ સોનાની કિંમતમાં હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં સોનાની કિંમતમાં 6300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં 11 હજાર રૂપિયાનું ગાબડું પડ્યું છે. ગોલ્ડ માર્કેટમાં પ્રતિ દસ ગ્રામ સોનું 58,000 રૂપિયામાં વેચાતું હતું તે હવે 52,700ની આસપાસ બોલાઈ રહ્યું છે. જ્યારે 73,000 રૂપિયા પ્રતિ કિલો ચાંદીની કિંમત ઘટીને 62,000 રૂપિયા આસપાસ પહોંચી ગઈ છે. બીજી બાજુ ડોલરી સામે રૂપિયો પણ 5 મહિનાની મજબૂત સપાટીએ જોવા મળી રહ્યો છે. ના શુભ સંકેત છે.


લોકડાઉન લાગુ કર્યા બાદ સોનાની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. 23 માર્ચે સોનું 42,300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે લોકડાઉનમાં ઉછળીને 58,000 હજારની સપાટીએ પહોંચી ગેયું હતું. જોકે લોકડાઉન ધીમે ધીમે હટાવ્યા બાદ અને રસીને લઈને સારા સમાચાર મળથા જ સોનાની કિંમતમાં હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં સોનાની કિંમત 6300 ઘટીને 52,700 રૂપિયા થયા છે. ચાંદી રૂ. 11000ના કડાકા સાથે રૂ. 62000ની સપાટીએ સરકી છે.

વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાના ભાવ 125 ડોલર ઘટીને 1925 ડોલર પ્રતિ ઔંસ બોલાઈ રહ્યા છે. જ્યારે ચાંદી ઘટીને 27 ડોલરની અંદર પહોંચી ગઈ છે.

ઇક્વિટી માર્કેટમાં સુધારાની શરૂઆતની સાથે હેજ ફંડ્સ, એચએનઆઇ તેમજ રિટેલ રોકાણકારોની જોખમ ક્ષમતામાં વૃદ્ધિના કારણે મૂડીરોકાણ પ્રવાહ બુલિયનમાંથી ઇક્વિટી તરફ ડાઇવર્ટ થઈ રહ્યો છે. જેનાથી સોના-ચાંદીમાં 2 હજારથી 5 હજાર સુધીનો ઘટાડો થવાની સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

એનાલિસ્ટોના મતે સોનું 1930 ડોલર થાય તો નીચામાં 1900- 1870 ડોલર સુધી ઘટી શકે. ચાંદી 26 ડોલરની સપાટી ગુમાવતા નીચામાં 24 ડોલર પહોંચે તેવી શક્યતા છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, વૈશ્વિક બજારની પાછળ ઘરઆંગણે પણ સોનું ઘટીને 51000ની સપાટી સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી ઘટીને 58,000 રૂપિયા સુધી જઈ શકે છે.