લગ્નની મજાક ઉડાવીને ફસાઈ આ એક્ટ્રેસ, યૂઝર્સે કહ્યું- નશામાં લખી હશે પોસ્ટ
મુંબઈઃ હાલમાં જ પોતાનાથી 16 વર્ષ નાના બોયફ્રેન્ડને સાથે અફેરને લઈને ચર્ચામાં આવેલ સુષ્મિતા શેન ફરી એક વખત પોતાની પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક શેર કરેલ પોસ્ટને કારણે ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુસ્મિતાની આ વાત તેના ફેન્સને પસંદ પડી નથી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ટ્વિટર મીડિયા યુઝર્સે આરોપ મૂક્યો કે, સુસ્મિતા સેન મોટી સેલિબ્રિટી હોવાને લીધે આવું કરી રહી છે. એક યુઝર્સે કહ્યું કે, સુસ્મિતાએ નશામાં આ વાત લખી હશે.
સુષ્મિતા સેને બુધવારે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એક જોક શેર કર્યો જેમાં લખ્યું હતું- ‘જે પણ વ્યક્તિએ લગ્નનો કોન્સેપ્ટ બનાવ્યો હતો તે ખૂબ જ બકવાસ હશે. એટલે કે હું તને એટલો પ્રેમ કરું છું કે આ સંબંધમાં સરકારને સામેલ કરવા જઈ રહી છું જેથી તું મને છોડીને ન જઈ શકે.’ સુષ્મિતા સેનની આ જોકવાળી તસવીરને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -