બૉયફ્રેન્ડના બર્થડે પર સુષ્મિતાએ શેર કરી રોમૅન્ટિક તસીવર, સોશિયલ મીડિયા પર વાયરલ
આમ તો બન્ને એક સાથે અનેક તસવીરો શેર કરતા રહે છે જેમાં બન્નેનો રોમેન્ટિક અંદાજ સ્પષ્ટ દેખાઈ છે. પરંતુ થોડાક દિવસો પહેલા જ્યારે બન્નેના લગ્નની ખબર આવી હતી ત્યારે સુષ્માએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે એક્સરસાઇઝ કરી રહી હતી. વીડિયો શેર કરતા સુષ્મિતાએ લખ્યું હતું કે, ‘જ્યારે દુનિયા અનુમાન લગાવે છે, હું ટ્રેનિંગ કરું છું. આ બધુ ગૉસિપ વ્યર્થ છે. અત્યારે લગ્ન કરવાનો કોઈજ ઇરાદો નથી. જીંદગીનો રોમાન્સ ચાલી રહ્યો છે. પોતાની સચ્ચાઇ જણાવી રહી છું. ’
સુષ્મિતા રોહમન શૉલ સાથે ઘણો ટાઇમ સ્પેન્ડ કરતી નજર આવી રહી છે અને બન્ને એકબીજા સાથે રોમૅન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. પરંતુ બન્નેએ હજુ સુધી પોતાના રિલેશન અંગે જાહેરમાં સ્વીકાર્યું નથી.
મુંબઈ: એક્ટ્રેસ સુષ્મિતા સેન હાલમાં પોતાના કથિત બોયફ્રેન્ડ રોહમનને લઈને ચર્ચામાં છે. સુષ્મિતા રોહમન શૉલ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ સુષ્મિતાએ રોહમનના બર્થડે પર એક રોમૅન્ટિક તસ્વીર શેર કરી છે. જે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
જ્યારે રોહમને પણ સુષ્મિતા સાથેનો વીડિયો શેર કરીને લખ્યું કે આઇ લવ યૂ.
સુષ્મિતાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, ‘હેપ્પી બર્થ ડે માય રુહ.... ઇશ્વર કરે દુનિયાની તમામ ખુશીઓ તમને મળે... આઇ લવ યૂ’