નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ફિલ્મોથી દૂર રહેવા છતાં ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર સુષ્મિતા સેન પોતાના વીડિયો અને તસવીરને કારણે ખૂબ ધૂમ મચાવે છે. હાલમાં જ સુષ્મિતા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી છે, જેને કારણે તે ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરતાં સુષ્મિતા સેને રોહમન શોલ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ તસવીરમાં તે પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી રહી છે.


આ તસવીરમાં બંને સાથે વર્કઆઉટ કરતાં નજર આવે છે. તસવીરની સાથે સુષ્મિતાએ 'I LOVE YOU' પણ લખ્યુ છે, જો આપ પણ સુષ્મિતાનાં બ્રેકઅપની અફવા સાંભળી હોય તો એક વખત સુષ્મિતા સેનની પોસ્ટ પર નજર કરી લો.



સુષ્મિતાની સાથે રોહમનનાં બ્રેકઅપની વાતો તેની એક પોસ્ટ બાદ થવા લાગી હતી. આ પોસ્ટમાં રોહમને લખ્યું હતું કે, 'જો આપને એવું લાગે છે કે, કોઇની સાથે રિલેશનમાં આવીને આપ તે રિલેશનમાં માત્ર યોગદાન આપી રહ્યાં છો તો કોઇ વાત નહીં આપે આ સમજવું જરૂરી છે કે, આપ જે આપનાં પાર્ટનર માટે કરો છો તે આપનાં દિલની અવાજ છે. આપ તેનાંથી આવી આશા કે તેનાં પર આવી જવાબદારી ન નાંખી શકો કે તે પણ આપને એવી રીતે જ પ્રેમ કરે. તેનાંમાટે કંઇ કરો તો દિલથી કરો. એટલે ન કરો કે આપ પણ તેનાંથી એવી આશા રાખો છો.'



જોકે હવે સુષ્મિતાએ શેર કરેલી તસવીરથી સ્પષ્ટ થઇ ગયુ છે કે આ માત્ર અફવા છે તેનાંથી વધુ કંઇજ નહીં. આપને જણાવી દઇએ કે સુષ્મિતા અને રોહમન એકબીજાને ઘણાં સમયથી ડેટ કરે છે અને સુષ્મિતાએ તેનાં સોશિયલ મીડિયા દ્વારા જ તેનાં પ્રેમનો એકરાર કર્યો હતો.