મુંબઈ: એક્ટ્રેસ સુષ્મિતા સેન પોતાની દિકરીઓ રીની અને અલિસા સહિત બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે આર્મીનિયામાં વેકેશન ગાળી રહી છે. જેની એક ફેમિલી ફોટો પણ શેર કરી છે. સુષ્મિતાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. તસવીરમાં બધા પીળા રંગના કપડામાં નજર આવી રહ્યાં છે


તસવીરના કેપ્શનમાં સુષ્મિતાએ લખ્યું કે “મારી જાન રોહમન શૉલ એટલા ગંબીર કેમ છો, આ પરિવારની સેલ્ફી માટે શાનદાર સામૂહિક પ્રયાસ, અમે બધા ફિટ લાગી રહ્યાં છે. ”  જણાવી દઈએ કે સુષ્મિતા અને રોહમન અનેકવાર એક બીજાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી પ્રેમ વ્યક્ત કરતા રહે છે.


એક ઇન્ટરવ્યૂમાં સુષ્મિતાએ જણાવ્યું હતું કે રોહમન સાથે તેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. રોહમન સુષ્મિતાનો મોટો ફેન હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતાને એક પર્સનલ મેસેજ મોકલ્યો હતો. આમ તો રોહમનને આ મેસેજનો જવાબ મળવાની આશા ન હતી. પરંતુ તેને શું ખબર હતી કે નસીબમાં કંઈ બીજું જ લખ્યું છે.


સુષ્મિતાએ જણાવ્યું હતું કે તે ઈન્સ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજવાળો ઓપ્શનનો ઉપયોગ કરતી નથી. તેણે કહ્યું કે ‘મારી દીકરી સાથે વાતચીત કરતાં મેં ડાયરેક્ટ મેસેજ ઓપન કર્યો અને દીકરીને સમજાવવા લાગી, ત્યારે જ આંગળી મેસેજ પર ટેપ થઈ ગઈ અને રોહમનનો મેસેજ ઓપન થઈ ગયો’.


સુષ્મિતાને રોહમનનો મેસેજ એટલો ગમ્યો કે તેણે તરત તેનો રિપ્લાય કર્યો. આ જોઈને રોહમન ખુશ થઈ ગયો. આમ વાતચીત આગળ વધી. રોહમન અને સુષ્મિતાની પહેલી વખત એક ફુટબોલ મેચ દરમિયાન મળ્યા. રોહમન આ મેચ રમી રહ્યો હતો. તેણે સુષ્મિતાને મેચ જોવા માટે બોલાવી હતી. ત્યાર બાદ કોફી ડેટ પર મળ્યા હતા.