'પદ્માવત' જોયા પછી લાગ્યું કે હું '#####' બનીને રહી ગઈ છું, કઈ અભિનેત્રીએ કર્યું આ નિવેદન ? જાણો વિગત
જોકે, સ્વરાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો જેમાં તે ફિલ્મના વિરોધને ખોટો ગણાવતી હતી અને સંજય લીલા ભણશાલીનું સમર્થન પણ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહા મહિલાઓ પાસે ##### અંગ હોય છે પરંતુ તે સિવાય પણ તેમની પાસે ઘણુ છે. જેથી લોકોની આખી જિંદગી ##### પર કેન્દ્રિત, તેના પર નિયંત્રણ કરતા, તેનું રક્ષણ કરતા, તેની પ્રવિત્રતા જાળવી રાખતા વિતવી જોઇએ નહીં. ##### સિવાય પણ એક જિંદગી છે. બળાત્કાર બાદ પણ એક જિંદગી છે.
વધુમાં સ્વરાએ લખ્યું કે, મહિલાઓને રેપનો શિકાર થયા સિવાય પણ જીવિત રહેવાનો અધિકાર છે. તમે પુરુષનો મતલબ જે પણ સમજતા હોય, પતિ, રક્ષ, માલિક, મહિલાઓની સેક્શુઅલિટી નક્કી કરનારો. મહિલાઓ ચાલતી ફરતી ##### નથી.
ધ વાયરમાં છપાયેલા આ ઓપન લેટરમાં સ્વરાની નારાજગી સ્પષ્ટ જોઇ શકાય છે. પદ્માવત ફિલ્મને લઇને સ્વરાએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટરે મહિલાઓને ##### તરીકે સિમિત કરી દીધી છે. ફિલ્મના અંતમાં રાણી પદ્માવતી દ્ધારા ઇજ્જતની રક્ષા માટે પોતાની જાતને સળગાવી દેવાના દશ્ય પર સ્વરા લખે છે કે, સર, મહિલાઓને રેપનો શિકાર થયા સિવાય પણ જીવિત રહેવાનો અધિકાર છે.
મુંબઇઃ ભારે વિવાદ વચ્ચે સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થઇ ચૂકી છે. ફિલ્મને જોયા બાદ સૌ કોઇ ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફિલ્મમાં દીપિકા, રણવીર અને શાહિદની એક્ટિંગના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે ફિલ્મના ડાયરેક્શન માટે સંજય લીલા ભણશાલીને એક ઓપન લેટર લખ્યો છે. જેમાં તેણે ભણશાલીની ટીકા કરી છે. આ લેટરની શરૂઆતમાં સ્વરા ભાસ્કરે ભણશાલીના ખૂબ વખાણ કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -