આ અભિનેત્રીએ ફિલ્મમાં કરેલા હસ્તમૈથુન સીનને લીધે થઈ ટ્રોલ, અભિનેત્રીએ શું આપ્યો જવાબ?
સ્વરાએ લખ્યું, એવું લાગે છે કે આઈટી સેલે ટિકિટ સ્પોન્સર કરી લાગે છે, અથવા તો ટ્વીટ્સને ચોક્કસ કરી હશે. ઉપરાંત સ્વરાએ એ પણ ટ્વીટ કર્યું કે, હું આશા રાખું છું કે પેડ ટ્રોલ્સ કમ સે કમ પોતાના વાક્યને તો બદલશે, અથવા તો કમ સે કમ શબ્દોની સંખ્યા તપાસીને ટ્વીટ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને લઈને સ્વરા ભાસ્કરના ફેન્સે તેના સપોર્ટમાં પણ લખ્યું છે. તેણે સવાલ ઉઠાવ્યા છે કે બધા લોકો પોતાના દાદી સાથે ફિલ્મ જોવા શા માટે જઈ રહ્યા છે? આ મામલે ખુદ સ્વરાએ પણ ટ્રોલર્સને જવાબ આપ્યો છે.
એક યૂઝરે લખ્યું કે, તે પોતાના દાદી સાથે ફિલ્મ જોવા ગયો હતો અને સ્વરાના આ સીનને કારણે તેણે શરમાવુ પડ્યું હતું. જોકે આ પ્રકારના અનેક ટ્વીટ કરવામાં આવ્યા દાદી સાથે ફિલ્મ જોવા જવા પર અમારે ભોઠા પડવા જેવી સ્થિતિ થઈ અને દાદીએ કહ્યું, હું ભારતીય છું અને વીરા દી વેડિંગ પર હું શરમ અનુભવું છું.
ફિલ્મમાં સ્વરા ભાસ્કરનો એક સીન છે, જેમાં તે હસ્તમૈથુન કરતી જોવા મળી રહી છે. આ સીનને લઈને તેણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ રિલીઝના બે દિવસમાં વીરા દી વેડિંગ 22 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. પ્રથમ વિકેન્ડમાં તેની કુલ કમાણી 35 કરોડ રૂપિયાની રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ માત્ર કમાણી જ નહીં આ ફિલ્મ સ્વરા ભાસ્કરના એક સીનને કારણે પણ ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -