કિંગ્લ ઇલેવન પંજાબનો આ સ્ટાર ખેલાડી બન્યો વરરાજા, ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ
નવી દિલ્હીઃ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી અને ડૉમેસ્ટીક ક્રિકેટમાં કર્ણાટક તરફથી રમતો સ્ટાર ખેલાડી મયંક અગ્રવાલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે જ લગ્નનાં તાંતણે બંધાઇ ગયો છે. મયંક અગ્રવાલ અને તેની ગર્લફ્રેન્ડ આશિતાએ જાન્યુઆરીમાં સગાઇ કરી હતી અને હવે બન્નેએ લગ્ન કરી લીધા છે.
આઇપીએલની વાત કરીએ તો એકબે ઇનિંગને બાદ કરતાં મયંક પુરેપુરો ફ્લૉપ રહ્યો છે, ડૉમેસ્ટિકમાં પોતાની બેસ્ટ બેટિંગથી વિરાટ અને સચિન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, મયંક અગ્રવાલ આઇપીએલમાં દિલ્હી, આરસીબી અને પંજાબ તરફથી ચૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તેને પ્રદર્શન શાનદાર રહ્યું જોકે, હજુ સુધી ટીમ ઇન્ડિયામાં જગ્યા નથી બનાવી શક્યો.
મયંકની પર્સનલ લાઇફની વાત કરીએ તો એકદમ રૉમેન્ટિક વ્યક્તિ છે. તે હંમેશા પોતાની ગર્લફ્રેન્ડ આશિતા સાથે સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરતો રહે છે. મયંકે પોતાના લગ્નની માહિતી 31 મેએ એક ટ્વીટ કરીને આપી હતી. આ સિવાય તેને 2 જૂને બીજુ એક ટ્વીટ કર્યુ હતું જેમાં તેને જશ્નની તૈયારીઓ વિશે બતાવ્યું હતું.
આઇપીએલ પુરી થયાના થોડાક દિવસો બાદ પંજાબના સ્ટાર ક્રિકેટર મયંકે અગ્રવાલે પોતાની ગર્લફ્રેન્ડ આશિતા સૂદ સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર કે.એલ.રાહુલે પણ હાજરી આપી હતી.
મયંકે થેમ્સ રિવરના કિનારે હવાઇ ઝૂલા પર પોતાની ગર્લફ્રેન્ડ આશિતાને પ્રપૉઝ કર્યુ હતું, તેને તે ના નહોતી કરી શકી. બન્નેને પોતાના લગ્ન જીવને લઇને કેટલાય ક્રિકેટર્સે અભિનંદન પાઠવ્યા હતા.
રાહુલે લગ્નની કેટલીક તસવીરો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પૉસ્ટ કરતાં લખ્યું કે, મંયકના જીવનનો આજે બહુજ મોટો દિવસ છે.