મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ બી-ટાઉનની પૉપ્યૂલર એક્ટ્રેસમાંની એક છે. તાજેતરમાં જ તેની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થઇ છે, અને તે સુપરહીટ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક્ટર છે અને તાપસીએ એક્ટ્રેસનો રૉલ નિભાવ્યો છે. તાપસીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેના રિલેશનશીપને લઇને મોટો ખુલાસો કર્યો છે.

એક્ટ્રેસે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની પર્સનલ લાઇફને લઇને કેટલાક મોટા ખુલાસા પણ કર્યો. તાપસીએ કહ્યું કે, તે હાલમાં રિલેશનશીપમાં છે. હું મેરીડ નથી, હું જ્યારે બાળકો પેદા કરવા ઇચ્છીશ ત્યારે લગ્ન કરી લઇશ. મારી લાઇફમાં જે શખ્સ છે તે ના તો એક્ટર છે ના ક્રિકેટર. તે અહીં આસપાસ ક્યાંય નથી.



તાપસીએ વધુમાં કહ્યું કે, મને જ્યારે બાળકો જોઇશે ત્યારે હું લગ્ન કરી લઇશ. મારો બહુ મોટી ધૂમધામથી લગ્ન નથી કરવા. માત્ર મિત્રો અને પરિવારજનોની સાથે એક દિવસનું લગ્ન રાખીશ. વધુ દિવસો સુધી લગ્ન ફંક્શન રાખવુ તે થાકી જવાની વાત છે.