અમદાવાદ: ‘કોન બનેગા કરોડપતિ’ની હોટ સીટ પર બેસવા માટે લાખો લોકો પોતાની કિસ્મત અજમાવતા હોય છે. ત્યારે સોમવારે ગુજરાતનાં ઉનાની ડોક્ટર કૃપા દેસાઈ ‘કૌન બનેગા કરોડપતિ’માં ચમકી હતી. કૃપાએ 14 પ્રશ્નોનાં સાચાં જવાબ આપીને રૂપિયા 25 લાખ જીત્યા હતાં.
કૃપા દેસાઈએ બીએએસએસનો અભ્યાસ જામનગર આયુર્વેદિક મેડિકલ કોલેજમાં કર્યો હતો. કૃપા નેશનલ હેલ્થ મિશન સાથે પણ જોડાયેલાં છે. આ સાથે જીપીએસસીની ઘણી તૈયારીઓ કરી હોવાથી તેમને જનરલ નોલેજમાં ઘણી જાણકારી પણ છે. કૃપાએ હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ’માં હોટ સીટ પર બેસીને શો રમવાનો તક મળી હતી. એટલું જ નહીં પરંતુ તેઓ 25,00,000 જેવી રકમ જીતી પણ ગયા હતા. આ ઉપરાંત કૃપાએ અમિતાભ બચ્ચન સાથે પણ ઘણી ચર્ચાઓ કરી હતી.
કૃપા દેસાઈએ જણાવ્યું હતું કે, કૌન બનેગા કરોડપતિમાં જવા માટે હું છેલ્લા છ-સાત વર્ષથી પ્રયત્ન કરતી હતી. પરંતુ ઘણાં બધાં જનરલ નોલેજના રાઉન્ડ પાસ કરીને હું કેબીસીની હોટ સીટ સુધી પહોંચી છું. સિંગલ મધર તરીકે બેવડી જવાબદારી હોવા છતાં હું રેગ્યુલર ન્યુઝથી અપડેટ રહું છું અને કરન્ટ અફેર્સ પર પણ ધ્યાન આપતી રહું છું.
વધુમાં કૃપાએ જણાવ્યું હતું કે, કેબીસીનો અનુભવ જીવનમરણનું સ્મરણ બની ગયું હતું. કેબીસીમાં આવનાર લોકોને હું એ જ ટિપ્સ આપીશ કે ધોરણ 5થી 10નાં ઈતિહાસ, ભૂગોળ અને પોલિટિક્સ પર વધુ ધ્યાન આપો. એ ઉપરાંત કરન્ટ અફેર્સથી અવેર રહો.
હાઈસ્કુલનાં શિક્ષક મેહુલભાઇ દેશાઈ, શિશુ ભારતીય માધ્યમિક શાળાના શિક્ષિકા પ્રિતિબેન દેસાઈની પુત્રી અને દેલવાડા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબ કૃપા દેસાઈ ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 10માં સિલેક્ટ થયા હતાં. તેમણે 25 લાખ રૂપિયા જીત્યા છે.
ગુજરાતની આ યુવતીએ કૌન બનેગા કરોડપતિમાં કેટલા લાખ જીત્યા? શું આપી ટિપ્સ? જાણો વિગત
abpasmita.in
Updated at:
11 Sep 2019 12:43 PM (IST)
દેલવાડા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબ કૃપા દેસાઈ ‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન 10માં સિલેક્ટ થયા હતાં. તેમણે 25 લાખ રૂપિયા જીત્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -