મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત ફિલ્મ ‘શાબાશ મિતુ’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં તાપસી પન્નુ 37 વર્ષીય મિતાલી રાજની ભૂમિકા ભજવી રહી છે. પોસ્ટરમાં તાપસી ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને પુલ શોટ રમતી નજર આવી રહી છે.

તાપસીએ ફિલ્મનો ફર્સ્ટ લૂક સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, ‘મને હંમેશાં એવું પૂછવામાં આવ્યું છે કે તમારો ગમતો મેલ ક્રિકેટર કોણ છે પણ તમારે તેમને એવું પૂછવું જોઈએ કે તમારા ફેવરિટ ફિમેલ ક્રિકેટર કોણ છે. આ એક સ્ટેટમેન્ટ જેણે દરેક ક્રિકેટ પ્રેમીને અટકીને એ વિચારવા મજબૂર કર્યા કે શું તેઓ ક્રિકેટને પ્રેમ કરે છે કે પછી જે જાતિ આ ગેમ રમે છે તેને. મિતાલી રાજ તમે ગેમ ચેન્જર છો.’


આ ફિલ્મ આવતા વર્ષે 5 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મને રાહુલ ધોળકિયા ડિરેક્ટ કરી રહ્યા છે. ‘વાયાકોમ18 સ્ટુડિયોસ’ દ્વારા આ ફિલ્મ પ્રોડ્યૂસ કરવામાં આવી રહી છે. શાબાસ મિતુની સ્ક્રિપ્ટ પ્રિયા અવેન દ્વારા લખવામાં આવી છે.