બીજેપીમાં સામેલ થયા બાદ સાયનાએ કહ્યું કે મારુ સૌભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશ માટે કામ કરીશ. સાયના નેહવાલ હવે દિલ્હી ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર પણ કરશે.
પાર્ટીમાં સામેલ થયા બાદ સાયનાએ કહ્યું કે હુ આજે એવી પાર્ટીમાં સામેલ થઇ છુ, જે દેશ માટે કામ કરે છે. હું બહુજ હાર્ડ વર્કિગ છુ અને મને મહેનત કરતા લોકો પસંદ છે. હું જોઇ રહી છું કે નરેન્દ્ર મોદી દેશ માટે બહુ મહેનત કરે છે. તેમની સાથે હું પણ દેશ માટે કંઇક કરી શકુ તે મારા માટે સૌભાગ્ય હશે, અત્યારે મારા માટે બધુ નવુ છે પણ રાજનીતિમાં રસ રાખવો સારી વાત છે.
હરિયાણાના હિસારમાં જન્મી સાયના હાલ વર્લ્ડ રેન્કિંગમાં આઠમા નંબરની બેડમિન્ટન ખેલાડી છે. સાયના નેહવાલે કેટલીક વાર દેશનુ નામ રોશન કર્યુ છે. ફિલ્મી પડદા પર પણ સાયના નેહવાલની બાયૉપિક આવી રહી છે, આ ફિલ્મમાં પરિણીતી ચોપડા સાયના નેહવાલની ભૂમિકામાં દેખાશે.