નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ પોતાની અપકમિંગ ફિલ્મ ‘રશ્મિ રૉકેટ’ને લઈને ચર્ચામાં છે. તાપસી પન્નુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિટનેસને લઈને અનેક તસવીરો અને વીડિયો શેર કરતી નજર આવી રહી છે. તાપસી પોતાના બિંદાસ રોલ અને તેનાથી પણ વધુ પોતાની એક્ટિંગ માટે ચર્ચામાં રહે છે. ગંભીર રોલથી લઈ રમૂજી પાત્રમાં પણ તે ફિટ બેસે છે.

તાપસી પન્નુ હાલમાં રશ્મિ રોકેટ ફિલ્મના શૂટિંગને લઈને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તાપસી એક દોડવીરની ભૂમિકા ભજવી રહી છે. રશ્મિ રોકેટ ફિલ્મનું શૂટિંગ ગત વર્ષ નવેમ્બર 2020માં પૂણેથી શરુ કર્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તાપીસ પન્નુ પોતાની આ ફિલ્મના ફાઈનલ શેડ્યૂલ ગુજરાતમાં શૂટ કરશે. જો કે, ગુજરાતમાં કયાં શૂટિંગ કરશે તેની જાણકારી હાલમાં સામે આવી નથી.


તાપસી પન્નુ પોતાની આ ફિલ્મ માટે ખૂબજ મહેનત કરતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટના વીડિયો પણ ખૂબ વાયરલ થતા રહે છે.


આ ફિલ્મને આકાશ ખુરાના ડાયરેક્ટ કરી રહ્યાં છે અને રોની સ્ક્રૂવાલા, નેહા આનંદ અને પ્રાંજલ ફિલ્મના પ્રોડ્યૂસર છે. મીડિયા રિપોર્ટની વાત કરીએ તો તાપસી પન્નુની આ ફિલ્મ આ વર્ષેજ રિલીઝ થઈ શકે છે.