નવી દિલ્હી: વેક્સીનને લઈ આરોગ્ય વિભાગ તડામાર તૈયારી કરી રહ્યું છે. ત્યારે દેશના તમામ જિલ્લાઓમાં 8 જાન્યુઆરીએ કોરોના વેક્સીનનું ડ્રાઈ રન કરવામાં આવશે. આ બીજી વખત છે જ્યારે દેશમાં વેક્સીનનું ડ્રાઈ રન કરવામાં આવશે. આ પહેલા 2 જાન્યુઆરીએ વેક્સીનનું ડ્રાઈ રન કરવામાં આવ્યું હતું.


આ ડ્રાઈ રન એવા સમયે કરવામાં આવશે જ્યારે ડીસીજીઆઈ દ્વારા દેશમાં બે કોરોના વેક્સીન ભારત બાયોટેકની ‘કોવેક્સીન’ અને ઑક્સફોર્ડની ‘કોવિશીલ્ડ’ના ઉપયોગને ઈમરજન્સી મંજૂરી આપી દીધી છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, 10 દિવસમાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. કોવેક્સિનના ઉપયોગ પહેલા મંજૂરી લેવી જરૂરી હશે. મંજૂરી મળ્યાના 10 દિવસ બાદ વેક્સિન રોલ આઉટ થઈ શકે છે.



દેશમાં વેક્સિન પહોંચાડવાની પ્રક્રિયા કેવી હશે ?

મંત્રાલયે જાણકારી આપી છે કે ડિજિટલ રીતે મોનિટર કરવામાં આવશે. આ પ્રક્રિયામાં બલ્ક ડિપો પર વેક્સિન ભંડાર દરમિયાન મોનિટરિંગ કરે છે. કોરોના રસીકરણના કારણે ઘણા મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે જે સરકારને સતત અને વ્યાપક દેખરેખની ક્ષમતા આપે છે. ડિજિટલ માધ્યમથી જ પ્રથમ અને બીજા ડોઝ માટે તારીખ આપવામાં આવશે.