મુંબઇઃ ટીવીના સૌથી લોકપ્રિયા શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક કલાકારોને ઘરે ઘરે ઓળખ છે. આ લિસ્ટમાં જુની સોનુ એટલે કે એક્ટ્રેસ નિધિ ભાનુશાળીની ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહ્યું છે. નિધિ ભાનુશાળીએ શૉ છોડ્યાને ઘણો સમય થઇ ગયો છે છતાં પણ તેના ફેન હજુ પણ તેની જુની તસવીરો પર ફિદા છે. તાજેતરમાં તેની જુની તસવીરો વાયરલ થઇ છે, જેના પર ફેન્સ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. 


નિધિ ભાનુશાળી રિયલ લાઇફમાં એકદમ બૉલ્ડ છે, તે હંમેશા પોતાના ફેન્સ સાથે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નિધિ ભાનુશાળીનો આ વીડિયો ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે બિકીની પહેરીને  ન્હાતી જોવા મળી રહી છે. નિધિ ભાનુશાળીનો બોલ્ડ અવતાર અવારનવાર લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે અને ફરી એકવાર તેણે બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરીને ચાહકોના હોશ ઉડાવી દીધા છે. નિધિ ભાનુશાલી થોડા સમય પહેલા પ્રવાસે ગઈ હતી, જ્યાં તેણે જંગલમાંથી નદીનો આનંદ માણ્યો હતો. આ વીડિયો તે સમયનો છે.






નિધિ ભાનુશાળીના તમામ ચાહકો તેનો આ વીડિયો ખૂબ પસંદ કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકો તેના વીડિયોની ખૂબ ટીકા પણ કરી રહ્યા છે. નિધિ ભાનુશાળીએ તેનો લેટેસ્ટ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં નિધિએ વર્ષ 2021ની ઘણી ઝલક બતાવી છે. આમાં તમે તેને બિકિની પહેરીને પાણીમાં ન્હાતા અને પહાડોમાં બરફની મજા લેતા પણ જોઈ શકો છો. નિધિએ કેપ્શનમાં લખ્યું, 'આ વર્ષે મને ઘણું આપ્યું અને ઘણું લીધું. તે સમજવું મુશ્કેલ છે, તેમજ પ્રથમ પ્રકારનું વર્ષ. મેં પહેલી ફિલ્મ બનાવી, મેં પહેલી કાર ખરીદી, પહેલો કૅમેરો, પહેલી વાર આટલા લાંબા સમય સુધી ઘરથી દૂર રહેવું, પહેલીવાર કૂતરો કરડ્યો, પહેલી વાર મેં આટલી બધી નવી જગ્યાઓ પર પ્રવાસ કર્યો, યાદી લાંબી છે અને હું કરી શકું છું. આ બધા માટે 2021નો આભાર.




નિધિ ભાનુશાળી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. નિધિ ભાનુશાળીની લેટેસ્ટ તસવીરો જોયા બાદ ચાહકોનું માનવું છે કે તેણે જલ્દી ટીવી સ્ક્રીન પર પરત ફરવું જોઈએ. તમને જણાવી દઈએ કે જ્યારે નિધિ આ શોમાં જોવા મળી ત્યારે તે ઘણી નાની હતી પરંતુ હવે નિધિ મોટી થઈ ગઈ છે અને તેણે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે. નિધિએ સોશિયલ મીડિયા પર તેના પરિવર્તનની એક ઝલક બતાવી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.