UP Assembly Elections 2022: ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણીમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. આવામાં બીજેપી (BJP) અને તેની સહયોગી પાર્ટીની વચ્ચે સીટ શેરીંગની ફોર્મ્યૂલા પણ નક્કી થઇ ગઇ છે. 


સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, યુપીમાં અપના દલ (Apna Dal)ને 14 અને નિષાદ પાર્ટી (Nishad Party)ને 17 બેઠકો મળશે. બાકીની બેઠકો પર બીજેપી પોતાના ઉમેદવાર ઉતારશે.  


કેટલી બેઠકોની માંગણી કરી રહ્યાં હતા સહયોગી દળો?
મોડી રાત્રે થયેલી બેઠકમાં અપના દલ 25 અને નિષાદ પાર્ટી 30 બેઠકો ડિમાન્ડ કરી રહી હતી. પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં અપના દલને 14 અને નિષાદ પાર્ટીને 17 બેઠકોની ફોર્મ્યૂલા નક્કી થઇ છે. ગઇ વિધાનસભા ચૂંટણીમાં અપના દલને 11 બેઠકો આપવામાં આવ હતી, પરંતુ આ વખતે 14 બેઠકો આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં (Uttar Pradesh) વિધાનસભા ચૂંટણીમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. યુપીમાં આગામી 10 ફેબ્રુઆરીથી 403 વિધાનસભા બેઠકો માટે 7 તબક્કામાં મતદાન શરૂ થવાનુ છે, અને 10 માર્ચે મતગણતરી થશે.


આ પણ વાંચો........ 


Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત


Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા


એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી


Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો


KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે


Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય