'તારક મહેતા કા ઉલટા ચશ્માં ' પર પ્રતિબંધની કેમ થઈ માંગ ? કોની ધાર્મિક લાગણી દૂભાઈ ?
ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પ્રથમ એપિસોડ 28,જૂલાઇ 2008ના રોજ પ્રસારિત થયો હતો જે અત્યાર સુધી લોકોમાં મનોરંજન પુરુ પાડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોની ટીવીના શો ‘પહરેદાર પિયા કી’માં બાળલગ્નને પ્રોત્સાહન આપતી હોવાને કારણે તેને બેન કરવાની માંગ ઉઠી હતી અને બાદમાં આ શોને બંધ કરી દેવામાં આવ્યો હતો. હવે શિરોમણી ગુરુદ્ધારા પ્રબંધક કમિટિની માંગ પર શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહ્યું છે. કમિટિએ ચેનલ અને શોના ડિરેક્ટરને ‘ઇશ્વરની નિંદા’ કરતું કન્ટેન્ટ બતાવવા પર ચેતવણી આપી છે.
અમૃતસરઃ સોની સબ ચેનલની લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આ શો પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, શિરોમણી ગુરુદ્ધારા પ્રબંધક કમિટિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર વારંવાર ઇશ્વરની નિંદા કરવાનો આરોપ લગાવતા તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.
બાદુંગરે કહ્યું કે, કોઇ પણ અભિનેતા અથવા કોઇ પણ વ્યક્તિ પોતે શિખ ધર્મના 10મા ગુરુ ગોવિંદ સિંહ સાથે સમાનતા કરી શકે નહીં. આ અક્ષમ્ય કૃત્ય છે.
શિરોમણી ગુરુદ્ધારા પ્રબંધક કમિટિના વડા કૃપાલ સિંહ બાદુંગરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીરિયલમાં શિખોના દસમા ધર્મગુરુ ગોવિંદ સિંહના જીવિત સ્વરૂપનું ચિત્રણ કરીને શિખ સમુદાયના લોકોની ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે અને આમ કરવું શિખ ધર્મમા સિદ્ધાંતોના વિરોધમાં છે.