સરદાર સરોવર ડેમને બનતો રોકવા અનેક પ્રયાસ થયા, BSFના જવાનો સુધી પાણી પહોંચાડ્યુંઃ PM
ડભોઇઃડભોઇમાં નર્મદા મહોત્સવ સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં એક વિશાળ રેલીને સંબોધી હતી. વડાપ્રધાનનું સ્થાનિક કાર્યકરોએ તીરકામઠુ આપી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનના હસ્તે વિવિધ ક્ષેત્રે ઝળકેલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે નર્મદાના પાણીને પારસ સાથે સરખાવતા કહ્યું હતું કે, નર્મદાનું પાણી જે ધરતીને સ્પર્શે તે સ્વર્ણિમ બની જાય છે. તેમણે કહ્યું કે ભારતમાં જળક્રાંતિનો શ્રેય આંબેડકરને જાય છે અને સરદાર પટેલ થોડા વર્ષ વધુ જીવિત રહ્યા હોત તો આ ડેમ 60ના દાયકામાં જ બંધાઇ ગયો હોત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી જનસભાને સંબોધન કરતા કહ્યું કે, સરદાર સરોવર બંધનું લોકાર્પણ આપણા માટે સૌભાગ્યની વાત છે.ભવિષ્યમાં પાણીની સમસ્યામાંથી ગુજરાતને મુક્તિ મળશે. વર્ષ 1961થી જોવાયેલું સ્વપ્ન આજે સાકાર થયું. અનેક વિવાદો વચ્ચે રહેલી નર્મદા યોજના આખરે પૂર્ણ થઈ.
તેમણે કહ્યું કે, આજ એવો સંયોગ છે કે વિશ્વકર્માની જંયતી પર નર્મદા ડેમનું લોકાર્પણ કરવાનું મને સૌભાગ્ય મળ્યું અને વિશ્વકર્માના ઉપાસકોના સરદાર સરોવર ડેમનું નિર્માણ કર્યું છે. તેમની સાધનાનું સ્મરણ કરતા હિન્દુસ્તાનને સરદાર સરોવર ડેમ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારત સદીઓથી જે હાથથી કામ કરે છે, પરસેવો પાળે છે. શ્રમ કરે છે નિર્માણનુ કાર્ય કરે છે. ટેકશિયન, મિસ્ત્રી,માટી કામ કરનાર મિસ્ત્રી હોય જે પણ સ્થાપત્ય સાથે જોડાયેલા છે તે તમામ ભારતમાં વિશ્વકર્માના રૂપમાં જોવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના મહાનપુરુષોમાં સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડરક થોડાક વર્ષ હજુ જીવિત રહેતા તો સરદાર સરોવર ડેમ ખૂબજ પહેલા બની ગયો હોત. તેમણે કહ્યું સરદા સરોવર ડેમ દેશની તાકાતનું પ્રતિક બનશે, નર્મદાનું પાણી દેશની સરહદ પર તરસ્યા રહેતા બીએસએફના જવાનો સુધી પહોંચાડ્યું
તેમણે કહ્યું કે, સરદાર સરોવર ડેમ ભારતના લખંડી પુરુષ વલ્લભ ભાઈ પટેલની આત્માં જ્યાં છે આપણા પર ખૂબ આશીર્વાદ વરસાવતી હશે. દિવ્ય દ્રષ્ટી કોને કહેવા તે આ સરદાર પટેલે સાબિત કર્યું. આપણા જન્મ પહેલા સરદાર સાહેબે સરદાર સરોવરનું સપનું જોયું.
પ્રધાનમંત્રીએ જન્મદિવસી શુભકામના આપનાર સૌનો આભાર માન્ય અને દેશવાસિઓના સપનાને પાર પાડવા માટે કઠોર પરિશ્રમ કરવા પાછળ નહીં હઠે. માં નર્મદાના આશીર્વાદથી દેશના સવા સો કરોડ લોકાના સપના પૂરા કરવામાં કોઈ કસર નહીં છોડું. ન્યૂ ઈન્ડિયાને પામીને જ રહીશ
સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ઘણીવાર ડભોઈ આવ્યો છું ક્યારેક બસથી આવ્યો તો ક્યારેક સ્કૂટર પર, ક્યારેક કાર્યકર્તાઓ સાથે સભા પણ યોજી, પરંતુ ડભોઈમાં આવું વિરાટ દ્રશ્ય પહેલા ક્યારેય નથી જોયું. આ દ્રશ્ય મા નર્મદાની જીવતી જાગતી ભક્તિનું ઉદાહરણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -