મુંબઈઃ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રએ તેમની અલગ ઓળખ બનાવી છે. ટેલીવિઝનની શ્રેષ્ઠ સીરિયલ્સ પૈકીની એકમાં ગણના થાય છે. ધારાવાહિકમાં દરેક પાત્રો વચ્ચે અદભૂત તાલમેલ જોવા મળે છે.


સીરિયલમાં સૌથી વધારે પસંદ કરવામાં આવતું મુખ્ય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે. આ દરમિયાન દિલીપ જોશીએ વર્ષો જૂનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ઓળખો કોણ ? એમ લખ્યું છે.



દિલીપ જોશીએ આ ફોટો શેર કરીને લખ્યું, મને કઈએ કહ્યું કે થ્રોબેક થર્સડે જેવું કઈંક હોય છે ઈન્સ્ટાગ્રામ પર, તેથી આ લો. એક ફોટોમાં દિલીપ જોશીએ કહ્યું, 1983નો આ ફોટો છે. જૂહુના પૃથ્વી થિયેટરમાં હું ગ્રીન રૂમમાં હતો અને નાટક ખેલૈયા રજૂ થવાનું હતું. તે સમયની આ યાદો છે. કાસ્ટ અને ક્રૂ ખાસ કરીને ચંદુભાઈ, પરેશભાઈ અને મહેન્દ્ર જોશી.



ટીવી ઈન્ડસ્ટ્રીઝના અનેક સિતારાએ દિલીપ જોશીની આ પોસ્ટ પર ખુશી વ્યક્ત કરી છે. સબ ટીવીના લોકપ્રિયશો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી મહત્વના કેરેકટર જેઠાલાલની એક્ટિંગ અને કોમેડીના અનેક પ્રશંસકો છે.

આઝાદીના જશ્ન વચ્ચે આ રાજ્યએ 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગતે

કોરોના પોઝિટિવ ભારતના પૂર્વ ક્રિકેટર અને યુપીના મંત્રી ચેતન ચૌહાણની તબિયત લથડી, વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા

ટિકટોકના માર્ગે જઈ રહી છે ફેસબુક, ભારતમાં ચાલી રહ્યું છે શોર્ટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ