નવી દિલ્હીઃ ફેસબુક હાલ તેની એપમાં ટિકટોકની જેમ શોર્ટ વીડિયોનું ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. ફેસબુક એપમાં આ માટે અલગથી શોર્ટ વીડિયો નામથી સેક્શન પણ છે. જે ફેસબુક ફીડમાં દેખાય છે. તેમાં ક્રિએટ બટન પણ ઉપલબ્ધ છે. જેના પર ક્લિક કરતાં ફેસબુક એપથી કેમેરો ઓપન થાય છે. જેનાથી ટિકટોકની જેમ વીડિયો શૂટ કરી શકાય છે. આ ઉપરાંત અન્ય યૂઝર્સના શૂટ કરવામાં આવેલા વીડિયો જોવા માટે ટિકટોકની જેમ ઉપરની તરફ સ્વાઇપ કરવાનું હોય છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે શોર્ટ વીડિયો એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટિકટોક લોકોમાં ઘણી જાણીતી હતી. ફેસબુકે આ કમીને પૂરી કરવા નવું ફીચર લોન્ચ કર્યુ હોવાનું માનવામાં આવે છે. આ પહેલા પણ ફેસબુકે શોર્ટ વીડિયોની એપ અલગથી લોન્ચ કરી હતી. જેનું નામ લાસો હતું. જે વધારે જાણીતી ન થતાં બંધ કરી દીધી હતી.
ભારતમાં ટિકટોક યૂઝર્સની સંખ્યા કરોડોમા હતી. ટિકટોકની માલિકીની બાઈડ ડાંસ ફરીથી ભારતમાં પ્રવેશવાનો રસ્તો શોધી રહી છે. બીજી કંપનીઓ મોકાનો ફાયદો ઉઠાવવા માંગે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ટિકટોક બેન થયા બાદ ફેસબુકના દૈનિક યૂઝ અને એગેંજમેન્ટમા આશરે 25 ટકાનો વધારો થયો છે. ટિકટોક બેન થયા બાદ અન્ય કંપનીએ પણ યૂઝર્સને તેવું જ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. યૂટ્યૂબે ફેસબુકની જેમ શોર્ટ વીડિયો નામથી સેક્શન બનાવ્યું છે. જોકે, હાલ તે ટેસ્ટિંગ તબક્કામાં છે.
ટિકટોકના માર્ગે જઈ રહી છે ફેસબુક, ભારતમાં ચાલી રહ્યું છે શોર્ટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Aug 2020 04:00 PM (IST)
તાજેતરમાં કેન્દ્ર સરકારે વીડિયો એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટિકટોક લોકોમાં ઘણી જાણીતી હતી. ફેસબુકે આ કમીને પૂરી કરવા નવું ફીચર લોન્ચ કર્યુ હોવાનું માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -