નવી દિલ્હીઃ દિશા વાકાણીની તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસીની લઈને હજુ સુધી રહસ્ય છે. દિશા શોમાંથી ગાયબ થયાને બે વર્ષ થઈ ગયા છે. જોકે, એક નાના સેગમેન્ટ માટે દિશાએ શૂટ કર્યું હતું. પરંતુ તે શોમાં ફુલ ફ્લેજ વાપસી ક્યારે કરશે તેને લઈને કોઈ જાણકારી નથી.


હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે દિશાએ શરત રાખી છે તે તે માત્ર 6 કલાક કામ કરશે. શોના મેકર્સ તેની આ શર્ત માટે તૈયાર થઈ ગયા હતા.ત સાથે જ મેકર્સે દિશા માટે સેટ પર કિડ પ્લે બનાવવાનું પણ વચન આપ્યું છે, જેથી તે પોતાની દીકરીનું પૂરું ધ્યાન રાખી શખે. બ્રેક્સમાં પોતાની દીકરી સાથે સમય વિતારી શકે. પરંતુ લાગેછે કે શોના મેકર્સનો આ પ્લાન પણ ફ્લોપ થઈ ગયો છે.

સ્પોટબોયના અહેવાલ અનુસાર, શોના કેટલાક એક્ટર્સને દિશાની આ શરતો સાથે મુશ્કેલી છે. તેમને દિશાના 6 કલાક કામ કરવાની શરતથી ઈશ્યૂ છે. આ જ કારણ છે કે દિશાની વાપસીમાં વિલંબ થઈ શકે છે.

આપને જણાવી દઇએ કે, દિશા વાકાણી ગત બે વર્ષથ તારક મહેતાથી દૂર છે. તે મેટરનિટી બ્રેકથી પરત આવી જ નથી. ગત દિવસોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરવાની પણ વાતો આવી હતી.

જોકે થોડા સમય પહેલાં દિશાએ શૉ માટે નાનકડા સીનનું શૂટિંગ પણ કર્યુ હતું. દયાબેનને શૉમાં નાનકડાં સીનમાં જોઇને પણ ફેન્સ ખુશ થઇ ગયા હતાં. જોકે તેમની આ ખુશી વધુ સમય ટકી નહીં કારણ કે દિશાનું શૂટિંગ માત્ર 15 મિનિટનું હતું. તે એક જ એપિસોડમાટે શૉમાં જોવા મળી હતી.