કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ જયંત સિંહાએ હઝારીબાગમાં આવેલા પોલિંગ બૂથમાં વોટ આપ્યો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 45.14 ટકા વોટિંગ નોંધાયું છે.
મતદાનને લઈ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ વોટિંગ માટે લાંબી લાઈનો લાગી છે.
ઝારખંડમાં કુલ 81 સીટો પર પાંચ તબક્કામાં મતદાન થશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે અને બીજા તબક્કાનું 07 ડિસેમ્બરે થઈ ગયું છે. ત્રીજા તબક્કાનું આજે એટલે કે 12 ડિસેમ્બરે થઈ રહ્યું છે. ચોથા તબકકાનું 16 ડિસેમ્બરે અને પાંચમાં તબક્કાનું 20 ડિસેમ્બરે થશે. પરિણામ 23 ડિસેમ્બરે આવશે.
17 બેઠકો પર 309 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. જેમાં 32 મહિલાઓ પણ મેદાનમાં છે. ભાજપની અલગ થઈને મેદાનમાં ઉતરેલી ઓળ ઝારખંડ સ્ટુડન્ટ યૂનિયન (આજસૂ) માટે આજનું વોટિંગ મહત્વનું છે. આજસૂના અધ્યક્ષ સુરેશ મહતો સહિત પાર્ટીના અન્ય કદ્દાવર નેતાઓનું ભાવિ આ તબક્કામાં નક્કી થશે.