મુંબઈઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. વિતેલા ઘણાં સમયથી શોમાં દિશા વાકાણીની વાપસીના અહેવાલ આવી રહ્યા હતા. પરંતુ હાલમાં જે અહેવાલ સામે આવ્યા છે એ અનુસાર દિશા વાકાણી શોમાં વાપસી નહીં કરે. અહેવાલ અનુસાર શોમાં નવી દયાબેનને લેવા માટે મેકર્સે ઓડિશન પણ શરૂ કરી દીધા છે.



પ્રાપ્ત માહિતી પ્રમાણે દિશા વાકાણીની વાપસી પર હવે પુર્ણ વિરામ લાગી ચૂક્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે શો મેકર અને દિશા વચ્ચે વાત નથી બની જેના કારણે દિશા હવે વાપસી નહીં કરે. જો કે શોનાં મેકરે હજુ દિશા બાબતે કોઈ ખુલાસો નથી કર્યો.



2017માં જ્યારે મેટરનિટી લીવ પર દિશા ઘરે ગઈ ત્યારથી જ દિશા શોમાં પરત ફરવા નહોતી માંગતી. કારણ કે દિશાના પતિની ઈચ્છા હતી કે તે બાળક પર ધ્યાન કેન્દ્રિત કરે. તો વળી કોઈ દ્વારા એવા પણ ખુલાસા થયા છે કે દિશાએ શો મેકર સામે બીજી પણ કેટલીક શરતો રાખી કે જે શો મેકરને મંજુર નહોતી. હવે જોવાનું એ રહ્યું કે નવા દયા બેન પર લોકોની શું ટીકા ટિપ્પણી છે.