નવી દિલ્હીઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ હાલમાં નવી દયાબેનને એન્ટ્રીને લઈને ચર્ચામાં છે. એક બાજુ શોમાં દિશા વાકાણીને રિપ્લેસ કરવાની વાતો ચાલી રહી છે તો બીજી બાજુ આ સપ્તાહે શોની ટીઆરપીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીઆરપી રેટિંગમાં આ વખતે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો એક ક્રમ નીચે ગબડ્યો છે. શોની ટીઆરપી ઘટવા પાછળનું કારણ દયાબેનને ગણાવવામાં આવી રહ્યા છે. કહેવાય છે કે, શોમાં દબાયેન ન હોવાને કારણે દર્શકો શો જોવાનું ઓછું પસંદ કરી રહ્યા છે.



26માં સપ્તાહની ટીઆરપી રેટિંગમાં અનેક ટોપ શોમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. સુપર ડાન્સર-3 પહેલા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે બીજા સ્થાન પર કુમકુમ ભાગ્ય છે. રેટિંટમા ત્રીજા સ્થાન પર યે રિશ્તા ક્યા કહેલાતા હે છે. તો ચોથા નંબર પર કુંડલી ભાગ્ય અને પાંચમા નંબર પર તારક મહેતાનો શો છે. એવામાં શો મેકરની ચિંતા સતત વધતી જોવા મળી રહી છે.



એ જ રીતે જો રેટિંગ લિસ્ટની આગળ વાત કરવામાં આવે તો કપિલ શર્મા શો તો ટોપ 10માં પણ ક્યાંય નથી. છઠ્ઠા નંબર પર શો તુજસે હે રાબતા છે.