Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ 'ગડા ઇલેક્ટ્રોનિક્સ' વેચી ગુજરાત પરત ફરશે?
આ વચ્ચે મહેતા, જેઠાલાલને બોલાવશે. તમામને એક સાથે જોઇને જેઠાલાલ ચોંકી જશે. પરંતુ આ લોકો તેની વાત શરૂ કરે તે પહેલા બાપુજી જેઠાલાલને કંપાઉન્ડમાં બોલાવશે. તમામ બહાર આવશે. બહાર આવતા ખબર પડે છે કે બાપુજીએ એડ જોઇ લીધી છે અને તેઓ આના કારણે નારાજ છે. એડ જોયા બાદ જેઠાલાલ પણ ચોંકી જાય છે. બાદમાં જેઠાલાલની પાસે દુકાનની ખરીદી કરવા વાળાના ફોન આવવા લાગશે. આગળ જોવું ઇન્ટ્રેસ્ટિંગ હશે કે ગોકુળધામના સભ્ય જેઠાલાલની આ મુસીબતથી નિકળવામાં મદદ કરી શકશે કે નહીં?
ત્યારે બીજી તરફ જેઠાલાલ દુકાન વેચવા અને ગુજરાત પરત ફરવાની પોતાની દુવિધાઓ વિશે બાપુજી સાથે વાત કરશે. પરંતુ બાપુજી તેને આશ્વાસન આપશે અને આ વીશે વધુ ન વિચારવા માટે કહેશે.
માહિતી અનુસાર, શોના આવનારા એપિસોડ્સમાં દેખાડવામાં આવશે કે જેઠાલાલ પરેશાન થઇને દુકાન વેચવાનો નિર્ણય લઇ લે છે. ત્યારે આત્મારામ ભીડે છાપામાં જુએ છે કે, જેઠાલાલે દુકાન વેચવા માટે એડ આપી છે. આ મામલે સોસાયટીના લોકો જેઠાલાલ સાથે આ વીશે વાત કરવાનો નિર્ણય લે છે.
નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. કહેવાય છે કે સીરિયલમાં તેમના મનપસંદ કેરેક્ટર જેઠા લાલા પોતની દુકાન વેચી રહ્યા છે. જેઠાલાલના આ નિર્ણયથી ગોકુલધામમાં ભૂકંપ આવી ગયો છે, અને બાપૂજી અને સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચી ગયો છે. સીરિયલના આવનારા એપિસોડમાં જેઠાલાલની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સનો કિસ્સો જોવા મળશે.