નેહા ધૂપિયા બાદ આ એક્ટ્રેસ બની માતા, દીકરાને આપ્યો જન્મ
ઉદિતાએ પ્રેગનેન્સી દરમિયાન કેટલાંય ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તે છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. છેલ્લે તે 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ડાયરી ઓફ અ બટરફ્લાયમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદિતાએ પ્રેગનેન્સીના ફોટોશૂટમાંથી તસવીર શેર કરી હતી અને સાથે સાથે બાળકનું નામ પણ જણાવ્યું હતું. ઉદિતાએ સોશિયલ મીડિયા પર દીકરી દેવી સાથેની તસવીર શેર કરી છે. આ સાથે જ તેણે નવા બાળકનું નામ કર્મ સુરી હોવાની પણ જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ ઇમરાન હાશની સાથે ફિલ્મ ઝહરમાં જોવા મળેલ એક્ટ્રેસ ઉદિતા ગોસ્વામી બીજી વખત મા બની છે. તેણે દીકારને જન્મ આપ્યો છે. આ જાણકારી ફિલ્મમેકર મિલાપ જાવેરીએ ટ્વિટર પર શેર કરી છે.
34 વર્ષની ઉદિતાએ ફિલ્મ ડિરેક્ટર મોહિત સૂરી સાથે 2013માં લગ્ન કર્યા હતા. તે લગ્ન પહેલા અંદાજે 9 વર્ષ સુધી મોહિત સાથે રિલેશનમાં રહી છે. ઉદિતા ગોસ્વામીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ઉદિતા બેબી બંપ સાથે જોવા મળી રહી છે. જણાવીએ કે, ઉદિતા બીજી વખત મા બની છે. તેને એક દીકરી પણ છે, જેનું નામ દેવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -