મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લાંબા સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોની થીમ હસીની સાથે સોશિયલ મુદ્ધાઓ પર જાગરૂકતા ફેલાવવાને લઈને બેસ્ડ છે. પરંતુ કોરોના વાયરસને કારણે શોની શૂટિંગમાં પરેશાની થઈ રહી છે. હકીકતમાં સરકારે ઘણી જગ્યાઓ પર શૂટિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટીવી શોઝનાં શૂટિંગને પણ બંદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.


પરંતુ લોકોને લાગે છે કે, તારક મહેતાના મેકર્સ શૂટિંગ બંધ કરવાના મૂડમાં નથી. શોના મેકર અસિત મોદીએ ટ્વિટ કરીને સરકારને વિનંતી કરી કે, સરકાર તેમને શૂટિંગ કરવાની મંજૂરી આપી દે અને તેમણે આશ્વાસન આપ્યું કે તેઓ તમામ નિયમોનો પાલન કરી રહ્યાં છે.


ટ્વીટ કીરને અસિત કુમારે લખ્યું કે, ‘સાહેબ, આ પરિપત્રો બહાર પાડ્યા બાદ અમને કંઈ સ્પષ્ટ થતું નથી. અચાનક અમને ફિલ્મ સિટીમાં શૂટિંગ કરવા જવાથી રોકી દેવામાં આવ્યા. અમે સેટ પર તમામ પ્રકારની સાવધાની રાખીએ છીએ અને સાથે સાથે નાના યુનિટમાં કામ કરીએ છીએ. મહેરબાની કરીને અમને કાલ સુધીની મંજૂરી આપો.


અન્ય એક ટ્વિટમાં આસિત મોદીએ લખ્યું કે, ‘કૃપા કરીને અમને તમારા પરિપત્ર વિશે માહિતી આપો. શું બધી ફિલ્મ સિટી બંધ થઈ ગઈ છે? એમઆઈડીસી, ફેક્ટરીઝ, સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ આજથી બંધ છે? અમે સરકારે જારી કરેલી તમામ ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છીએ. શું અમે ઓછા યુનિટો સાથે કામ કરી શકીએ? ‘

જોકે, ટ્વિટર પર આ ટ્વિટ કર્યા બાદ શોના ઘણાં ફેન્સ મેકર્સના નિર્ણયથી ખુશ નથી, કારણ કે આ વાયરસ એક વૈશ્વિક ખતરો છે. એક ફેને લખ્યું- સર પ્લીઝ તમે લોકો પોતાનું ધ્યાન રાખો. શૂટિંગ તો ચાલતી રહેશે. બની શકે તો બધાંને રજા આપી દો કારણ કે ઘણાં લોકોને દૂરથી આવવું પડે છે.