નવી દિલ્હી: Renault એ ભારતમાં પોતાની સૌથી લોકપ્રિય એસયૂવી Dusterને BS6 એન્જી સાથે લોન્ચ કરી દીધી છે. BS6 અપગ્રેડ માત્ર તેના પેટ્રોલ મોડલ પર છે. આ પહેલા કંપનીએ જાન્યુઆરીમાં TRIBER અને KWIDના BS6 એન્જીન સાથે અપગ્રેડ કરી હતી.


કંપનીએ Duster ની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કર્યો નથી. Dusterના ફેસલિફ્ટ મોડલ અગાઉથી જ માર્કેટમાં આવી ચુક્યું છે. ફેસલિફ્ટ Dusterમાં ઘણું નવું જોવા મળી શકે છે. તેના ફ્રંટમાં ક્રોમનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે.


કારમાં નવા ફ્રંટ ગ્રિલ, LED ડીઆરએલ સાથે પ્રોજેક્ટર હેન્ડલેમ્પ, નવા ફ્રંટ બંપર જોવા મળે છે. તે સિવાય ફ્રંટ અને રિયરમાં નવા સ્કિડ પ્લેટ્સ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત રુફ રેલ્સ, 16 ઈંચ ડાયમંડ કટ એલોય વ્હીલ્સ છે.

કિંમત અને વેરિએન્ટની વાત કરીએ તો, Duster RXEની કિંમત 8.49 લાખ રૂપિયા છે. Duster RXSનીં 9.29 લાખ અને Duster RXZની 9.99 લાખ
રૂપિયા કિંમત છે.

Car loan Information:

Calculate Car Loan EMI