જસ્ટિસ જોસેફે કહ્યું હતું કે હું આશ્ચર્યચકિત છું કે કેવી રીતે ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ કે જેમણે એક વખત ન્યાયપાલિકાની સ્વતંત્રતા બનાવી રાખવા માટે સાહસનું પ્રદર્શન કર્યું હતું. હવે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા પર મહાન સિદ્ધાંતો સાથે સમજુતી કરી છે.
ન્યાયમૂર્તિ જોસેફે ન્યાયપાલિકાની સ્વતંત્રતાના મહત્વને રેખાંકિત કરતા કહ્યું હતું કે આપણું રાષ્ટ્ર આ સિદ્ધાંતના કારણે મૂળ સંરરચના અને બંધારણીય મૂલ્યો પર મજબૂતીથી ટકેલું છે. તેમણે કહ્યું હતું કે તે જસ્ટિસ જે ચેલમેશ્વર, ગોગોઈ અને લોકુર સાથે એક અભૂતપૂર્વ પગલાં સાથે સાર્વજનિક રુપથી સામે આવ્યા હતા અને દેશને એ બતાવ્યું કે ન્યાયપાલિકાના આધાર પર ખતરો છે. હવે મને લાગે છે કે ખતરો મોટા પ્રમાણમાં છે.
કૉંગ્રેસે પૂર્વ પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઈનાં રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યાનાં સંબંધમાં મંગળવારનાં આરોપ લગાવ્યો કે આ સરકારે ન્યાયપાલિકાનો આઘાત કર્યો છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે, મોદી સરકારે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનાં કથનનું પણ ધ્યાન ના રાખ્યું જેમા તેમણે ન્યાયાધીશોની સેવાનિવૃત્તિ બાદ પદો પર નિયુક્તિનો વિરોધ કર્યો હતો.