તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદરની ભૂમિકા અદા કરતા મયુર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દયાબેનના ભાઇ સુંદરની સ્ક્રિન પર બહુ ઓછી સ્પેસ છે પરંતુ તેમ છતાં પણ શોમાં તેમનું  એક ખાસ સ્થાન છે. દર્શકો જેઠાલાલ અને સુંદરલાલની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. મયુર વાકાણીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખી ટીમ પરેશાન છે. હવે આખી ટીમને કોરોનાનું ટેસ્ટિંગ કરવાવું પડશે.


અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ મયૂર વાકાણી


મયૂર વાકાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાગ તેમને સામાન્ય લક્ષણો જણાતા અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. શોના એક મેમ્બરને કોરોનાનો રિપોર્ટ આવતા સિરિયલનું શૂટિંગ આગળ વધારવું મુશ્કેલ છે.   


ટીવીનો સૌથી પૉપ્યૂલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઇને છેલ્લા કેટલાય મહિનાઓથી દયાભાભીની વાપસીને લઇને  ચર્ચા ચાલી રહી છે. દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી વાપસી કરી રહ્યાં છે કે નહી તે અંગે જુદી જુદી અટકળો સેવાઇ રહી છે. શોમાં અંજલિનું રિપ્લેસ થયેલી સુનૈનાએ પણ એક ઇન્ટરવ્યુમાં દયાબેન વાપસી વિશેના સવાલ પર પ્રશ્નાર્થ લગાડ્યો હતો તેમણે હાલમાં જ  આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, દયાબેનની વાપસી વિશે કદાચ જેઠાલાલ કે શો મેકર સ્પષ્ટતા કરી શકે, હું પણ તેમની સાથે કામ કરવા માટે  આતૂર છું.