મુંબઈઃ સબ ટીવીના જાણીતા શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં સોનાલિકા ભિડે એટલે કે સોનૂની બાળપણની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ યાદ છે તમને? વાત થઈ રહી છે ઝીલ મહેતાની, જેની એક્ટિંગે લોકો પર ઉંડી છાપ છોડી હતી.



ભલે આજે તે શો સાથે જોડાયેલ ન હોય પરંતુ જ્યારે પણ નાની સોનૂનું નામ આવે છે ત્યારે ઝીલ મહેતાનો ચહેરો સામે આવે છે. ઝીલ તારક મેહતાકા ઉલ્ટા ચશ્મામાં 9 વર્ષની હતી ત્યારે જોડાઈ હતી અને 14 વર્ષની ઉંમર સુધી તે શોનો ભાગ રહી હતી. હવે ઝીલ 23 વર્ષની થઈ ગઈ છે.



હવે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ની એક્ટ્રેસ ઝીલનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મ થઇ ગયુ છે. તે ક્યૂટની જગ્યાએ ગ્લેમરસ લાગવા લાગી છે.



ઝીલ મેહતા ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ પોપ્યુલર છે. તેનાં ઓફિશિયલ પેજ પર 31 હજારથી વધુ ફોલોઅર્સ છે.



10માં ધોરણમાં ઝીલને 93.3 ટકા આવ્યા હતાં તો હાલમાં તે HSCની તૈયારીઓ કરી રહી છે. ઝીલ ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેનો ઉછેર મુંબઈમાં જ થયો છે. પોતાના ફ્રી ટાઈમમાં તે વાંચવાનું પસંદ કરે છે. સાથે જ તેને ટ્રાવેલ કરવું પણ પસંદ છે.



આ તમામ તસવીરો ઝીલનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પે પરથી લેવામાં આવી છે.