મુંબઈઃ ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કંઈક એવું થયું જે બાદ વિરાટ કોહલીને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શોના 2828માં એપિસોડમાં વર્લ્ડકપ હારવા પર કોહલીની મજાક ઉડી. શોમાં આત્મારામ ભીડેની દીકરી પિતાને પૂછી રહી છે કે હંમેશા જીતનાર કોણ છે? તેના પર ‘ભીડે માસ્ટર’ વિરાટ કોહલીનું નામ આપે છે.

પોતાના પિતા ભિડે માસ્ટરથી આવો જવાબ સાંભળી સોનૂએ કહ્યું,’2019 વર્લ્ડ કપ ક્યાં જીત્યા તે…’ ભિડે માસ્ટર કહેતા નજર આવ્યા કે સેમી ફાઇનલમાં તો હારી ગયા હતા. જેના પછી ટ્વીટર પર વિરાટ કોહલીને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો. સોશિયલ મીડિયા પર શોનો આ સીન ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિરાટ કોહલીના ફેન્સ આથી ખુબ જ નારાજ છે તો કેટલાક લોકો તેને મજાકમાં જ લઇ રહ્યા છે.


તમને જણાવી દઇએ કે, સેમીફાઇનલ મેચમાં વિરાટ કોહલી માત્ર એક રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પોતાના આ ખરાબ પ્રદર્શનનાં કારણે તેને ખુબ જ આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાની ઇનિંગએ આ મેચને રોમાંચથી ભરી દીધી હતી પરંતુ ટીમ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી શકી નહી.