ભારે વરસાદને કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારે્ ભારે નુકશાન થયું છું. દ્વારકાના ભાણવડમાં રવિવારે 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
સોરઠમાં ભારે વરસાદ અને ભાદર ડેમના દરવાજા ખોલાતાં પોરબંદર જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંખ્યાબંધ લોકો પૂરના પાણીમાં ફસાઈ જતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં ટ્યુશન સંચાલકની કાર કુંજવેલ પાસે તણાઈ જતાં તમામ લોકો લાપતાં બન્યા છે. કુતિયાણા અને રાણાવાવ પંથકમાં એનડીઆરએફ ટીમે 22 લોકોને રેસ્કયૂ કર્યા હતા.
મર્મઠ ગામના બે ડેંગ્યુના દર્દી પાણીમાં ફસાતાં બચાવાયા હતા. ધંધુસરની ઉબેણ નદીમાં ફસાયેલા 4 ને બચાવ્યા હતા જ્યારે મોરબીમાં છકડો રિક્ષામાં ફસાયેલા બે લોકોને બચાવાયા હતા.